લવ જેહાદ: શમશાદે નામ બદલી પ્રિયા સાથે લગ્ન કર્યા, પછી હત્યા કરી મૃતદેહ ઘરમાં જ દાટી દીધો

યુપી (Uttar Pradesh)ના મેરઠ (Meerut) માં માતા પુત્રીની હત્યા(Murder) કરીને મૃતદેહને ઘરની અંદર જ દફન કરી દેવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગાયબ થયા બાદ બહેનપણીએ કેસ દાખલ કર્યો હતો. આરોપ શમશાદ નામની વ્યક્તિ પર છે જેના પર નામ બદલીને લગ્ન કરવાનો આરોપ છે. 

લવ જેહાદ: શમશાદે નામ બદલી પ્રિયા સાથે લગ્ન કર્યા, પછી હત્યા કરી મૃતદેહ ઘરમાં જ દાટી દીધો

નવી દિલ્હી: યુપી (Uttar Pradesh)ના મેરઠ (Meerut) માં માતા પુત્રીની હત્યા(Murder) કરીને મૃતદેહને ઘરની અંદર જ દફન કરી દેવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગાયબ થયા બાદ બહેનપણીએ કેસ દાખલ કર્યો હતો. આરોપ શમશાદ નામની વ્યક્તિ પર છે જેના પર નામ બદલીને લગ્ન કરવાનો આરોપ છે. 

શમશાદ પર આરોપ છે કે તેણે હિન્દુ નામ રાખીને પ્રિયાને દગો કર્યો. શમશાદે પ્રિયા અને તેની પુત્રી કશિશને પાંચ વર્ષ સુધી પોતાની સાથે પત્ની તરીકે રાખ્યાં. પોલીસે આ કેસમાં ખુલાસો કરતા કહ્યું કે શમશાદ નામની અક વ્યક્તિએ ગાઝિયાબાદની એક પરણિત મહિલાને પોતાને હિન્દુ ગણાવીને પ્રેમજાળમાં ફસાવી અને લવ જેહાદને અંજામ આપ્યો. 

મહિલાએ શમશાદને અમિત સમજીને તેના પર ભરોસો કર્યો. પરંતુ તેની હકીકત તો કઈંક અલગ જ હતી. શમશાદની કટ્ટરતાએ મહિલાને લવ જેહાદનો શિકાર બનાવી. આવામાં જ્યારે મહિલાને તે વાતની જાણકારી મળી કે શમશાદની અસલીયત કઈક અલગ છે. તદ ઉપરાંત તેણે તેને ફસાવીને લવ જેહાદનો શિકાર બનાવી છે તો મામલાએ તૂલ પકડ્યું અને વિવાદ વધી ગયો. 

लव-जिहाद: शमशाद ने नाम बदलकर प्रिया से शादी की, फिर हत्या कर शव घर में ही दफना दिया

5 વર્ષ સુધી પ્રિયાને બનાવી શિકાર
ગાઝિયાબાદના લોની વિસ્તારની રહીશ પ્રિયા નામની મહિલાની મુલાકાત જ્યારે શમશાદ સાથે થઈ તો તેણે પોતાનું નામ અમિત જણાવ્યું હતું અને પોતાના પ્રેમના ચુંગલમાં ફસાવી. પરંતુ હિન્દુ ન હોવાની વાત જ્યારે ખબર પડી તો વિવાદ વધી ગયો. પછી જેનો ડર હતો તે જ થયું. શમશાદે પ્રિયાની હત્યા કરી નાખી. 

મળતી માહિતી મુજબ 28 માર્ચના રોજ લવ જેહાદનો ગુનો કરનારા શમશાદે માતા પુત્રીની હત્યા કરી નાખી અને ઘરની અંદર જ મૃતદેહો દાટી દીધા. આ વારદાત બાદ અનેક દિવસો સુધી જ્યારે વિસ્તારમાં મહિલા અને તેની પુત્રી જોવા ન મળ્યાં તો તેઓએ શમશાદને તેમના વિશે પૂછપરછ કરી. ત્યારબાદ શમશાદે આડા જવાબ આપ્યાં. જેને લઈને મૃતક મહિલાની સખીએ કેસ દાખલ કર્યો હતો. 

જુઓ LIVE TV

પોલીસે શમશાદની અનેક વખત પૂછપરછ કરી પરંતુ દર વખતે શમશાદ પોલીસને ખોટું બોલતો રહ્યો. શમશાદને અનેકવાર પૂછપરછ કર્યા બાદ પોલીસે ઘરનું ખોદકામ શરૂ કર્યું અને બન્ને લાશો મળી આવી. જોત જોતામાં તો શમશાદ નામનો જેહાદી ફરાર થઈ ગયો. હાલ પોલીસ તેને શોધી રહી છે. પોલીસનું કહેવું છે કે વારંવાર પૂછપરછ કરવા છતાં પણ જવાબ ન મળતા અને પુરાવાના અભાવે તેને છોડી દેવાયો અને તે હવે ફરાર થઈ ગયો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news